મોરબીમાં રખડતા ઢોરના ત્રાસ પ્રશ્ને વેરા બંધ કરી શહેર બંધના એલાનની ચીમકી

0
144
/
/
/
રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી જાગૃત લોકોએ સમિતિ બનાવી કલેકટર, એસપી અને ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હમણાંથી એટલી હદે વધી ગયો છે કે ,માર્ગો વચ્ચે અડીગો જમાવતા રખડતા ઢોર વચ્ચે વારંવાર બુલફાઈટ થતી હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પર સતત અકસ્માતનું જોખમ રહે છે. તેમ છતાં પણ તંત્ર કોઈ નક્કર કાર્યવાહી ન કરતા અંતે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી ગયેલા જાગૃત લોકોએ સમિતિ બનાવી મોરબી કલેકટર,એસપી અને ચીફ ઓફિસરને આવેદન પાઠવીને ટુક સમયમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર ન કરાઇ તો વેરા ભરવાનું બંધ કરીને મોરબી બંધનું એલાન આપવાની ચીમકી આપી છે.

આ આવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસથી મોરબી શહેરના જાહેર રસ્તા, ચૌક અને રેસિડેન્સ સોસાયટીમાં રખડતા ઢોરનો ભયાનક ત્રાસ છે. ઢોર રોડ ની બરોબર વચ્ચે બેસે છે તો ટૂ વ્હિલર અને કાર ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે .જ્યારે નાના નાના બાળકો સવારે કે બપોરે સ્કૂલ કે ખાનગી ક્લાસિસે જાય છે ત્યારે રસ્તાની વચ્ચે રખડતા ઢોરની સમસ્યાની લીધે અક્સમાત થવાનો ભય રહે છે. જો આવી પરિશ્થિતી રહી તો કોઈક માં-બાપના માસૂમ બાળક કે કોઈ વ્યક્તિનો ભોગ લેવાશે ત્યારે કોની જવાબદારી ?

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner