મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે જે. બી.પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો

0
175
/

નવ નિયુક્ત કલેકટરે રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી

મોરબી : રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તેમાં મોરબી કલેક્ટર તરીકે તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જે. બી.પટેલને મોરબી કલેક્ટર તરીકે નિયુક્તિ અપાઇ છે. તેમણે આજે મોરબી જિલ્લા કલેકટર તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને સરકારની વિવિધ યોજનોઓનો છેવડા લોકો સુધી લાભ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી.

મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વતની જે.બી.પટેલ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે એમ.એસ.સી. જીયોલોજીમાં અભ્યાસ કરેલ છે. ૧૯૯૩ની બેચના અધિકારી રાજ્ય સરકારમાં વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ પહેલો તેઓ ડે. કલેક્ટર ઓલપાડ, ચોર્યાસી, R.D.C. તરીકે નવસારી, આણંદ, ભરૂચ તરીકે પણ કાર્ય કરેલ છે. આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના C.E.O. તરીકે પણ કારભાર સંભાળેલ છે. તેઓએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અને છેલ્લે તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવેલ હોવાનું એક મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત થતાં તેઓએ ગત મંગળવારે જ પોતાનો ચાર્જ સંભાળી લીધેલ છે. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. આ તકે અધિકારીઓને જિલ્લાના છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો પહોંચાડવા પર ભાર મુક્યો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/