આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે
મોરબી : હાલ આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે.રાષ્ટ્રીયકૃત બેંકોની 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે.
બેંકોના ખાનગીકરણના વિરોધમાં આગામી તા.16-17 ડિસેમ્બર એમ લગાતાર બે દિવસથી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅંકના કર્મચારીઓ જોડાવવાના છે. આથી આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ જોડાશે. જેમાં મોરબી જિલ્લામાં આવેલી 50થી વધુ શાખાના કર્મીઓ જોડાઈને વિરોધ પ્રદર્શિત કરશે. આ બે દિવસની બૅંક હડતાલથી બૅંકના કરોડોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ જશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide