મોરબી: લાલપરમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
90
/
વિદેશી દારૂના બનાવમાં એક શખ્સ પકડાયો, જયારે દેશી દારૂના બનાવમાં એક શખ્સ ઝબ્બે, એક શખ્સની શોધખોળ ચાલુ

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના બનાવમાં એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. જયારે દેશી દારૂના બનાવમાં એક શખ્સ ઝબ્બે અને એક શખ્સની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી શહેરમાં વીસીપરા વિસ્તારમાં રહેતા મહેબુબ ઉર્ફે ઇમરાન યુસુફભાઇ બ્લોચ (ઉ.વ. 35, ધંધો-મજુરી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 4, (કિં.રૂ. 1,200) ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે થેલીમાં રાખી હતી. પોલીસ દ્વારા આરોપી મહેબૂબને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે લાલપર ગામમાં સર્વિસ રોડ ઉપર ઇન્કમટેક્ષની ઓફીસની બાજુમાંથી પકડી પાડવામાં આવ્યો છે.

આ ઉપરાંત, મોરબી તાલુકાના લાલપર ગામની વર્ધમાન હોટલ પાસેથી ભરતભાઇ પીઠુભાઇ ધાંધલ (ઉ.વ. 21, રહે. ભલગામ, તા. વાંકાનેર, જી.મોરબી)ને ઇકો કાર રજી. નંબર GJ-13-AB-6824માં પ્લા.ના 24 બાચકામાં કેફી પ્રવાહી 5 લી.ની કોથળી નંગ-120, બાચકામાં કુલ દેશી દારૂ લી. 600નો વેચાણ અર્થે રાખી (કિ.રૂ. 12,000) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે દેશી દારૂ તથા કાર મળી કુલ મુદામાલ રૂ. 1,12,000 કબ્જે કર્યો છે. આ બનાવમાં દેશી દારૂની હેરાફેરીમાં મદદરૂપ થનાર વિપુભાઇ ભુપતભાઇ (રહે. નાળીયેરી, તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ને પકડવા પોલીસે તજવીજ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/