મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળ્યો!!

0
84
/

મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે.

ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-2, ગેઈટ નંબર-17 પાસે પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મૂળ ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લાના વતની તથા હાલ મોરબીના લીલાપર રોડ પર રામેશ્વર પોલી પેકેજીંગમાં રહી મજૂરી કામ કરતા 23 વર્ષીય રામજી રામપાલનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ બનાવ પાછળનું કારણ જાણવા મળેલ નથી. પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/