ટંકારાના લજાઈ ગામમાં બહારની વ્યક્તિને મંજુરી વિના પ્રવેશ પ્રતિબંધ

0
115
/

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં કોરોના કેસ નોંધાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ ફેરિયાઓ પણ ગામમાં પ્રવેશી શકશે નહિ

શ્રી લજાઈ ગ્રામ પંચાયતે જાહેર સુચના મારફત જણાવ્યું છે કે લજાઈ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે જેથી જાહેર કરેલ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો નહિ અને માસ્ક વગર બહાર નીકળવું નહિ તેમજ વધુ લોકોએ એક સ્થળે એકત્ર થવું નહિ તેમજ બહારથી આવનાર વ્યક્તિએ તુરંત પીએચસી લજાઈને જાણ કરવાની રહેશે તેમજ બહારના વ્યક્તિને લજાઈ ગામમાં મંજુરી વગર પ્રવેશ કરવો નહિ ગામમાં રહેતા તમામના સગા સ્નેહીઓએ ફોન કરી વાત કરી લેવા તેમજ ભિક્ષુકો અને ફેરિયાઓએ પ્રવેશ કરવો નહિ તેમ જણાવ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/