તાજેતરમાં ભારતની સ્ટાર તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમે વર્લ્ડ કપ સ્ટેજ 1ના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રેકોર્ડબ્રેક 713 સ્કોર નોંધાવ્યો હતો. જ્યોતિએ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સાથે ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની સાથે મેક્સિકોને પ્રથમ રાઉન્ડમાં બાય મળી છે અને તે ક્વાર્ટર ફાઇનલમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.
બે વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી તેલંગાણાની જ્યોતિએ 72માંથી 66 વખત સર્વશ્રેષ્ઠ 10 અંક પર નિશાન સાધ્યું હતું. આ સાથે, તેણીએ 2015માં કોલંબિયાની રાષ્ટ્રીય પસંદગી ઈવેન્ટ દરમિયાન સારા લોપેઝે બનાવેલા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide