મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
54
/
દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર ત્રણ શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 26ના રોજ તાલુકા પોલીસ દ્વારા ખારચીયા ગામથી રાજપર જવાના રસ્તે બોલેરો કાર રજી.નં. જી.જે.-૦૩-બી.એ.-૦૬૪૧માં દરવાજાના ખાના તથા સીટ નીચેના ખાનામાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૪૮, કિ.રુ.૧૪,૩૦૦/- નો મુદામાલ વેંચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા દિપાભાઇ જેતુભાઇ બામણીયા (ઉ.વ. ૨૫, ધંધો. ડ્રાઇવિંગ, રહે. મસાણીયા ફળીયુ, કડી, ઉટી ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ) તથા સંજયભાઇ મગનભાઇ ભુરીયા (ઉ.વ. ૨૨, ધંધો. મજુરી, રહે. છોટી જાંબલી, તા. જોબટ, જી. અલીરાજપુર, એમ.પી.)ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા રમેશભાઇ સતીયાભાઇ ભુરીયા (ઉ.વ. ૨૩, ધંધો મજુરી, રહે. આમરણ ડાયમંડનગર નજીક, જી.ઇ.બી.ના થાંભલાના કારખાના પાસે, તા.જી.મોરબી, મુળ રહે. ભુરીયા ફળીયા, બાવડી, ખુર્દ અલીરાજપુર, મધ્યપ્રદેશ) પોતાનું હિરો ડિલક્ષ મો.સા. એમ.પી.-૬૯-એમ.એ.-૩૯૩૭ લઇ આરોપીઓ દીપાભાઇ અને સંજયભાઈને લેવા આવતા, તેને પણ પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/