ખેડબ્રહ્માના હરણાવ નદીના મોટા પુલ પાસે બાવળો ઉગી નિકળ્યાં !!

0
54
/

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની હાલ હરણાવ નદીના નાના પુલ પાસે બાવળના ઝુંડ ઉગી નીકળ્યા હતા. નગરપાલીકા દ્વારા દુર કરવામાં આવી રહ્યા છે. અને પુર ઝડપે સફાઈ ચાલી રહી છે. પરંતુ મોટા પુલ પાસે તેમજ તુટેલા પુલ પાસે પણ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે. ત્યાં અસામાજીક તત્વો ઝાડના ઓથા નીચે બેસી રહેતા હોવાથી તે પણ દુર કરવામાં આવે તેવી લોકોની રજૂઆતો છે.

ખેડબ્રહ્મા હરણાવ નદી એક નદી છે. ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. કારતકી પુનમે આ ત્રિવેણી સંગમે મોટો મેળો ભરાય છે. અને ત્યાં અસ્થી વિસર્જન પણ કરવામાં આવે છે. નદીના બંને કિનારે શિવ મંદિરો આવેલા છે. તેમ છતાં લોકો આ પવિત્ર નદીમાં ગંદકી કરી રહ્યા છે. તે માટે નગરપાલિકા દ્વારા સુચનો કરવા જોઈએ તેમજ મોટા પુલ પાસે બાવળના મોટા ઝાડ ઉગી નીકળ્યા છે. તેમજ પીરાના ઓટલાથી પાદરડી ગામ તરફ ઝાડ ઉગી નીકળ્યા છે.

આ ઝાડ ઓથા નીચે કેટલાક અસામાજીક તત્વો દિવસે પણ બેસી રહે છે. તે આ કાંટાડી ઝાળી દુર કરવામાં આવે તેવી લોકોની રજુઆતો છે.

તેમજ ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. અને આ પવિત્ર સ્થળે સ્નાન કરી મા અંબાના દર્શને જાય છે. ત્યારે હાઈવે સીધા નદી તરફ જવા માટે. પુલ અને બગીચાની વચ્ચે એક રોડ બનાવવામાં આવે તો પદયાત્રીઓ સીધા નદી તરફ જવા શકે નદીના નાના પુલ ઉપર પાંથરણાવાળા બેસીને ટ્રાફીકજામ કરતા તેમને દુર કરવામાં આવ્યા છે. પરંતુ તેમને નાના પુલ પાસે નદીમાં જે જગ્યા સ્વચ્છ કરવામાં આવી છે ત્યાં સિમેન્ટના ઓટલા બનાવીને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો તે પાથરણાવાળાઓને પણ રોજીરોટી મળી શકે તેમ પણ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/