“ઓળખો છો મને હું કોણ” મોરબીની સુપરમાર્કેટમાં બેનરો લગાવી અનોખો વિરોધ

0
372
/

સુપરમાર્કેટ ઉપરાંત માળીયાના ગામડાઓમાં પણ બેનરો લાગ્યા બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેના સંભવિત ભાજપ પ્રવેશની અટકળો તેજ બની છે ત્યારે બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીની સુપરમાર્કેટમાં ઓળખો છો મને હું કોણના બેનરો લગાવ્યા છે તો માળીયાના ગ્રામ્ય પંથકમાં પણ બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનરો લાગવાનો સિલસિલો યથાવત જોવા મળે છે

મોરબીની સુપરમાર્કેટ એસો દ્વારા ઓળખો છો મને હું કોણ બેનરો લગાવ્યા છે જેમાં નીચે લખ્યું છે કે હું કોંગ્રેસને દગો દઉં, હું ભાજપને દગો દઉં, હું પાસ કાર્યકરોને દગો દઉં અને અને હું મતદારોને દગો દઉં હું કોણ તેવા બેનર સુપર માર્કેટ એસોસીએશન દ્વારા લગાવાયા છે મોરબીની સુપરમાર્કેટનો વિસ્તાર પાટીદાર વર્ચસ્વવાળો છે તો પાટીદાર આંદોલનના કાર્યક્રમો પણ મોટાભાગે સુપરમાર્કેટ નવા બસ સ્ટેન્ડ ખાતે જ જોવા મળ્યા હતા ત્યારે સુપરમાર્કેટમાં લાગેલા બેનરો પાટીદાર યુવાનોનો રોષ પણ પ્રગટ કરે છે તેમ કહી સકાય

તો તે ઉપરાંત માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ બેનરો લાગ્યા છે જેમાં કુંભારિયા ગામ, વેણાસર ગામ અને સરવડમાં પણ બ્રિજેશ મેરજાએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લગાવવમાં આવી રહયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/