જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી
હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે મકાનની દીવાલ ધરાશાયી થઇ ગયાના બનાવો પણ સામે આવ્યા છે. જો કે સદનસીબે મકાનમાં રહેતા પરિવારોને કોઈ જાનહાની ન થયાનું જાણવા મળ્યું છે.હળવદ તાલુકાના ચરાડવા, કડીયાણા, માથક, સુંદરી ભવાની, સરંભડા, પાંડાતીરથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારની રાત્રિએ પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાએ વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે પશુઓ તણાઈ ગયાના બનાવ બન્યા હતા. તેમજ ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની થયાંનું જાણવા મળી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ચરાડવા ગામે રહેતા હિંમતભાઈ ત્રિભોવનભાઇ સોનગરાનું મકાન કુવાકાંઠે હોય જેથી મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરવખરી તેમજ મકાનો કાટમાળ કુવામાં ખાબકયો હતો. જ્યારે કડીયાણા ગામે રહેતા હીરાભાઈ ભરવાડ અને શાંતિભાઈ પટેલના મકાનની પણ દીવાલ ધરાશાયી થયાંનું સામે આવ્યું છે. જોકે સદનસીબે અન્ય કોઇ જાનહાનિ ન થયાનું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide