હળવદ : માનગઢ ગામે બ્રાહ્મણી ડેમનું પાણી ફરી વળતા 2500 એકર જમીનનું ધોવાણ

0
181
/
/
/
મગફળી, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થતા ખેડૂતોની કફોડી હાલત : ટીકર – માનગઢ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રણકાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તે સાથે જ બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા માનગઢ, ટીકર, અજીતગઢ સહિતના વાડી વિસ્તારોમાં મોટા પાયે ખેડૂતોના પાકોને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. જેથી, ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે.

તાલુકામાં ગત મોડી રાત્રે ખાબકેલા સાબેલાધાર વરસાદથી પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હળવદની જીવાદારો સમાન ગણાતો બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા તેનો પાણી માનગઢના વાડી વિસ્તારમાં ફરી વળ્યો હતા અને વાડી વિસ્તારમાં ખેત તલાવડાઓ ભરાઈ ગયા હતા. તેમજ માનગઢથી ટીકર જવાના રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે ભણવા જતા 50થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ઉપરાંત ગામના યુવાન પૃથ્વીસિંહ ઝાલા તેમજ જલ્પેશ પટેલએ જણાવ્યું હતું કે, ગઈકાલથી બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા માનગઢ ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાડી વિસ્તારમાં પાણી ઘુસી જતા મોટા ભાગે ખેડૂતોના પાકોને નુકસાની થઇ છે. હળવદ પંથકમાં છેલ્લા અઠવાડીયાથી વરસી રહેલા મેઘરાજા પંથકના ખેડૂતો પર કોપાયમાન બન્યા હોય તેમ લીલો દુકાળ ખમવાનો વારો આવ્યો છે.મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner