લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન છૂટછાટ

0
210
/

કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન માસ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે જોકે પાંચમાં  તબક્કાને લોકડાઉન ૫ ના બદલે અનલોક ૧ નામ આપવામાં આવ્યું છે

કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ રાત્રી કર્ફ્યું સમય ઘટી ગયો છે અને હવે ૧ જુનથી ૩૦ જુન સુધીના અનલોક ૧ માં રાત્રીના ૯ થી સવારે ૫ સુધી કર્ફ્યું લાગુ રહેશે તે ઉપરાંત શાળા કોલેજ અંગે નિર્ણય રાજ્ય સરકાર લેશે અને જુન માસમાં શાળા-કોલેજ શરુ કરાય તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે જયારે ૮ જુનથી રેસ્ટોરન્ટ અને હોટેલ ખુલી શકશે તેમજ ૮ જુનથી શરતોને આધીન ધાર્મિક સ્થળો ખોલવાની મંજુરી મળશે

તો અગાઉની જેમ જ લગ્નમાં ૫૦ વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે તો હવે સમગ્ર દેશમાં અવરજવર કરી શકાશે અને આંતર રાજ્ય આવવા જવાની છૂટ આપવામાં આવી છે જયારે કન્ટેનમેન્ટ ઝોનમાં તબક્કાવાર છુટ આપવામાં આવી સકે છે તો મોલને ખોલવાની પણ શરતી મંજુરી મળી શકશે સહિતની જાહેરાતો કરવામાં આવી છે

(ખાસ નોંધ : કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે જોકે રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત અને ખાસ કરીને સ્થાનિક તંત્રના જાહેરનામાં બાદ સ્થિતિ સ્પષ્ટ થશે)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/