મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

0
22
/

મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરી અંતર્ગત શુક્રવારે 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી એક સેમ્પલ ટેક્નિકલ કારણોસર રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 42 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તંત્રએ રાહતનો દમ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાંથી આજે વધુ એક વાવડી રોડ પરના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતા અત્યાર સુધીમાં કુલ 3 દર્દી સાજા થઈ ગયા છે. હાલમાં માત્ર એક જ કોરોનાગ્રસ્ત યુવાન જે અમદાવાદથી ટંકારાના જય નગર ગામે આવેલ તે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને જેની તબિયત પણ સારી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/