મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

0
20
/

[રિપોર્ટ: રાધેશ બુદધભટ્ટી] મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં સવારે ૬ :૦૦ થી ૭ ૦૦ દરિયાલાલ પ્રભુની આરતી, સવારે ૮ : ૩૦ થી ૯ : ૦૦ શરામાયણ પ્રવચન, સવારે ૭ : ૩૦ થી ૮ : ૦૦ દરિયાલાલ પ્રભુનું પૂજન, સવારે ૯ : ૩૦ થી ૩ : ૦૦ વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમવામાં આવશે. વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેસશે દરિયાલાલ પ્રભુનો પ્રસાદ – સમૂહ ભોજન સાંજે ૬ : ૦૦ થી ૮ : ૦૦ બહેનો તથા રાત્રે ૮ : ૦૦ થી રાત્રે ૧૦ : ૦૦ ભાઈઓ માટે દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે યોજાશે. આ શુભ પ્રસંગે ટ્રસ્ટીઓ ફાળો લેવા માટે નીકળવાના ન હોય, પરંતુ દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડીમાં ફાળો આપી શકાશે. તેમ પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા, ટ્રસ્ટી કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટકની યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/