મોરબી નજીક પેટ્રોલપંપના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી

0
219
/

મોરબી નજીકના પેટ્રોલપંપ ખાતે આડેથી ગેસ બનાવવા માટે ગયેલ રિક્ષાચાલકને તેની રીક્ષા લાઈનમાં રાખવા માટે કહેતા કે ટોપ મેનેજમેન્ટને રીક્ષા ચાલક સહિત બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ભોગ બનેલા મેનેજરની ફરિયાદ લઈને આરોપને પકડવા માટે તજવીજ હાથધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા અને મકનસર ગામ પાસે આવેલ રાધે પેટ્રોલ પંપ માં મેનેજર તરીકે નોકરી કરતા ભગીરથ ભાઈ બાવાજી ગઈકાલે પોતાની ફરજ ઉપર હતા ત્યારે શહેરના શોભેશ્વર રોડ ઉપર રહેતા શૈલેષ ચૌહાણ અને ઇમ્તિયાઝ ચૌહાણ તેની સીએનજી રીક્ષા જીજે 36 યુ 75 લઈને ગેસ ભરાવવા માટે આવ્યા હતા અને ગેસના પંપ ઉપર ગેસ ભરવા માટે વાહનોની લાઈન હતી તેમ છતાં આ શખ્સોએ તેની રિક્ષા આડેથી ગેસ બનાવવા માટે વચ્ચે નાખી હતી માટે મેનેજર દ્વારા તેઓને તેની રીક્ષા લાઈનમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું જે આ બંને શખ્સોને સારું નહિ લગતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને મેનેજર ને ગાળો આપીને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મનેજરે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/