રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં નિ:શુલ્ક પ્રવેશ

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
રાજકોટ :  હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે વર્ષ 2023-24ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આવતીકાલ તા.30/01/2025 મહાત્મા ગાંધી નિર્વાણ દિનના દિવસે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ મ્યુઝિયમમાં પૂજ્ય ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે પૂજ્ય ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/