સુપ્રિમકોર્ટની સાફ વાત નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમકોર્ટે ઇન્કાર કરી નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરવા ટકોર કરી હતી.
મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર એવા આરોપી ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ હાલ મોરબીની સબજેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેઓએ જામીન ઉપર છૂટવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી દીધી હતી. પણ મોરબીની કોર્ટે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી. આથી તેમણે હાઇકોર્ટેમાં જામીન અરજી દાખલ કરી હતી. પણ હાઇકોર્ટેમાં હજુ આ જામીન અરજી પેન્ડિગ છે. ત્યારે થોડા સમય પહેલા જયસુખભાઇ પટેલે જામીન પર છૂટવા દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવતા આજે તેમની જામીન અરજીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે સુનવણી કરવા ઇન્કાર કર્યો હતો.ઝૂલતાપુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખભાઈ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરતા નામદાર કોર્ટે કહ્યું હતું કે, અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો.જયસુખ પટેલ વતી એડવોકેટ મુકુલ રોહતગી અને પીડિત પક્ષ વતી ઉત્કર્ષ દવે હાજર થયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide