મોરબીના કોરોના લેબ તેમજ સિવિલમાં વધુ સુવિધા ઉભી કરો : ચેમ્બર ઓફ કોમર્સની કલેકટરને રજુઆત

0
34
/

20 લાખ કરોડના પેકેજનો લાભ કેમ લેવો તેની વેપારીઓને કોઇ જાણ નથી, માટે તેની માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ

મોરબી : મોરબીમાં કોરોનાના વધી રહેલા કેસો તથા સમગ્ર જીલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહેલ છે. આથી આવા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોરબીમાં કોરોનાની લેબોરેટરી અને સંલગ્ન હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા કોરોના સંક્રમણ ઝડપથી વધી રહેલ છે. લોકડાઉન દરમિયાન ગ્રીન ઝોનમાં રહેલા મોરબી હવે ઓરેન્જ ઝોન તરફ આગળ જય રહ્યો છે. આથી શહેર તથા જીલ્લામાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સ્થાનિક કક્ષાએ કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી ન હોવાથી આવા દર્દીના સૅમ્પલ રાજકોટ, જામનગર કે છેક અમદાવાદ સુધી મોકલવા પડે છે. અને રિપોર્ટ આવતા સમય લાગતો હોવાથી કોરોના ગ્રસ્ત દર્દીની સારવારમાં સમય વેડફાય જાય છે. અને સમયસર સારવાર ન મળતા દર્દીનું મૃત્યુ થાય છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/