હળવદમાં બે મકાનમાંથી ૧.૯૬ લાખના મુદામાલની ચોરીનો બનાવ

0
81
/

હળવદ: તાજેતરમાં શહેરમાં આવેલ વૈજનાથ પાર્કની અંદર રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું અને તેના બંધ મકાનના તાળા તોડીને ઘરમાંથી ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય એક વ્યક્તિના ઘરમાં પણ ચોરી કરવામાં આવેલ છે અને તસ્કરો કુલ મળીને ૧.૯૬ લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે જેથી ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને અજાણ્યા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ શહેરમાં આવેલ વૈજનાથ પાર્કની અંદર રહેતા અનિલભાઈ નારણભાઈ પરમાર (ઉંમર ૨૪)ના મકાનને તસ્કરોએ બે દિવસ પહેલા નિશાન બનાવ્યું હતું અને તેવી જ રીતે પ્રદ્યુમનસિંહ જોરુભા ઝાલા રહે ગિરનારી નગર વાળાના ઘરને પણ નિશાન બનાવીને તસ્કરો ગત તા ૧૯ ની રાતે ૧૦ વાગ્યાથી લઈને સવાર સુધીમાં રોકડ, સોના ચાંદીના દાગીના મળીને ૧.૯૬ લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે આ ઘટનામાં ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ચોરીની ઘટનાને અંજામ આપીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/