દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી જ ભારે વાહનો માટે પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોય ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તે માટે દલવાડી ચોકડીથી લીલાપર ચોકડી સુધી તથા રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૦૭:૦૦ કલાક થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી તા.૦૮/૦૧/૨૦૨૧ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
હાલ આ જાહેરનામા મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જહેરનામાની જોગવાઈઓના અમલમાથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર પણ બનશે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...