મોરબીના નાની વાવડી ગામમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
251
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

નાની વાવડી ગામમાં રહેતા પૂનમબેન મેહુલભાઈ રૂપાલા (ઉ.વ. 35) એ આજે તા. 14ના રોજ સવારે પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો છે. આથી, તેનું મોત નિપજ્યું છે. મૃતક પૂનમબેનના લગ્નને 8 વર્ષ જેટલો સમયગાળો થયો છે. તેમને સંતાનમાં એક 4 વર્ષની દીકરી અને એક 1 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/