મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં 7 કેસ આવ્યા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં પારેખશેરીમાં વધુ એક વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સોમવારે કુલ કેસનો આંકડો આઠ થઈ ગયો હતો અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 129 પર પોહચી ગયો હતો.
સોમવારે સવારે બે ડોક્ટરો અને એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 5.30 વાગ્યે વધુ ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અને ત્યાર બાદ સાંજે 6 વાગ્યે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. જે અંગે મળતી વિગત મુજબ મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તાર આવેલી પારેખશેરીમાં આવેલી ગૌરાંગ શેરીમાં રહેતા મંજુલાબેન લાલજીભાઈ સોની (ઉ.80)નો કોરોના રિપોર્ટ રાજકોટની લેબમાં પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં આજે સોમવારે કુલ 8 કેસ નોંધાયા છે.
13 જુલાઈ, સોમવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત
1) મોરબી શહેર, સાવસર પ્લોટ-9 : ડો. હરગોવિંદભાઇ જમનાદાસ પારેખ (ઉ.83)
2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ, વિઠ્ઠલનગર સોસાયટી, બ્લોક નં.32 : ડો.કાજલબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.28)
3) મોરબી શહેર, રવાપર રોડ, સાનિધ્ય પાર્ક સોસાયટી, ઋત્વિક હાઇટ્સ : તરુણકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.32)
4) મોરબી તાલુકા, જેતપર મચ્છુ ગામ, સોનિવાડી શેરી : નિરવભાઈ હરિલાલ પાંચોટીયા (ઉ.36)
5) મોરબી શહેર, નાની બજાર : ખાનસાબેન સલીમભાઈ (ઉ.20)
6) મોરબી શહેર, નાની બજાર : દિનેશભાઇ હરિભાઈ પાટડીયા (ઉ.55)
7) મોરબી શહેર, માધાપર-26, : જયોત્સનાબેન દેવેન્દ્રભાઈ પરમાર (ઉ.35)
8) મોરબી શહેર, ગ્રીનચોક વિસ્તાર, પારેખશેરીમાં આવેલી ગૌરાંગ શેરી : મંજુલાબેન લાલજીભાઈ સોની (ઉ.80)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide