સોમવાર: મોરબી શહેરમાં વૃદ્ધ ડોક્ટર કોરોના વાયરસથી સંક્રમીત

0
258
/
મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો થયો 122

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. મોરબીમાં ગઈકાલે રવિવારના દિવસનો કુલ કેસનો રેકોર્ડબ્રેક આંકડો 19 થયો હતો. ત્યારે આજે સોમવારે મોરબી શહેરમાં રહેતા વૃદ્ધ ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 122 થયો છે.

મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ શેરી નંબર 9માં રહેતા ડો.હરગોવિંદભાઇ જમનાદાસ પારેખ (ઉ.વ. 83) કોરોના વાયરસથી સંક્રમીત થયા છે. ગઈકાલે રાજકોટ ખાતે આવેલ PDU હોસ્પિટલમાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ આવેલા દર્દી ડો. હરગોવિંદભાઇ પારેખ જનરલ પ્રેક્ટિસ કરે છે. તેઓનું ક્લિનિક જેઈલ રોડ પર આવેલું છે. હજુ સુધી તેઓને ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આ પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ 122 જેટલા કેસ નોંધાયા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/