મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ

0
138
/

માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જવાન રસ્તે એક વોક્સ વેગન પોલો કાર જીજે ૧૦ સીજે ૪૮૩૮ વાળી શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૩૨૪ કીમત રૂ.૧,૨૯,૬૦૦ તથા કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬,૨૯,૬૦૦ નો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો કાર ચાલક કાર મૂકી નાશી ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/