મોરબી : ૧૦ વર્ષથી જેલમાંથી ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપ્યો

0
176
/

મોરબી સબ જેલના કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ આરોપી ૧૦ વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે તેમજ ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ટંકારા પોલીસને સોપ્યો

        રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ મોરબી જીલ્લાના

નાસતા ફરતા પેરોલ ફર્લો જેલ ફરારી આરોપીને શોધી કાઢવાની ડ્રાઈવમાં પેરોલ ફર્લો સ્કવોડના એચ એમ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયાની ટીમ એમપી રાજ્યના અલીરાજપુર તથા જાંબવા જીલ્લામાં તપાસમાં જતા એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડેલો આરોપી અમરશી ઉર્ફે હેમરાજ મગનભાઈ આદિવાસી રહે એમપી વાળો જે વાંકાનેર સીટીમાં દુષ્કર્મના ગુન્હામાં કાચા કામના કેડી તરીકે મોરબી સબજેલમાં હતો અને તા. ૦૬-૧૨-૦૯ ના રોજ જેલ કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ અને ૧૦ વર્ષથી જેલ ફરાર હતો જેને મૂળ વતનમાંથી લાવી ધરપકડ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે

        તે ઉપરાંત ટંકારામાં ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી નસરૂં પારૂ ડાવર આદિવાસી રહે અલીરાજપુર એમપી વાળાને મૂળ વતન એમપીમાંથી લઇ ધરપકડ કરી ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/