અત્યાર સુધી આઠ સી.એન.જી.પંપ કાર્યરત હતા જેમાં તાજેતરમાં વધુ બેનો ઉમેરો થતા હવે કુલ દસ સી.એન.જી. સ્ટેશન થયા
મોરબી : ઔધોગિક ક્ષેત્રે પ્રગતિના પંથે સડસડાટ દોડી રહેલા મોરબી જિલ્લામાં અત્યાર સુધી આઠ સી.એન.જી.પંપ કાર્યરત હતા જેમાં તાજેતરમાં વધુ બેનો ઉમેરો થતા હવે કુલ દસ સી.એન.જી. સ્ટેશન થયા છે. મોરબીની નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી વધી છે જેને કારણે રાજ્ય તેમજ દેશના વિવિધ પ્રાંતોમાંથી મોરબીના વ્યાપાર, રોજગાર, ઉધોગ, શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું આવાગમન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે જ મોરબીમાં બે નવા સી.એન.જી. સ્ટેશનની શરૂઆત થતા જિલ્લાના વિકાસને વધુ ગતિ મળશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.
જે બે નવા સી.એન.જી. સ્ટેશન શરૂ થયા છે તે આ મુજબ છે.
જેમાં પહેલો જે.કે એન્ડ સન્સ પેટ્રોલિયમ, નીચી માંડલ ગામ પાસે, મોરબી હળવદ રોડ. અને બીજો પમ્પ સિલ્વર પેટ્રોલિયમ, વિરપર ગામ પાસે મોરબી રાજકોટ હાઇવે, મોરબી ખાતે કાર્યરત થયા છે.
આ અગાઉ (૧)મોરબી- વાંકાનેર હાઇવે પર મકનસર ગામ પાસે, મોરબી,(૨) મોરબી માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસે, મોરબી,(૩) મોરબી માળીયા રોડ, હોનેસ્ટ હોટલ પાસે, માળીયા,( ૪) મોરબી હળવદ રોડ, મહેન્દ્ર નગર ગામ પાસે, (૫) મોરબી જેતપર રોડ, બેલા ગામ પાસે, મોરબી, (૬) મોરબી રાજકોટ રોડ, ટંકારા સીટી પાસે, (૭) મોરબી વાંકાનેર હાઇવે, લાલપર ગામ પાસે, મોરબી તેમજ (૮) મોરબી વાંકાનેર હાઇવે , એન.એચ. ટોલ પ્લાઝા પહેલા, વાઘસિયા ગામ પાસે, મોરબી ખાતે સી.એન.જી. પંપ કાર્યરત હતા જ.
જેમાં બે વધુ પંપ કાર્યરત થતા સી.એન.જી. વાપરનારા માટે સુવિધામાં વધારો થયો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.