મોરબી: સેવાસદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને ખસેડી દેવાયા

0
468
/

ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને નોટિસ આપ્યા બાદ મામલતદારે કડક કાર્યવાહી કરી

મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને હટાવવા તંત્રે કડક કાર્યવાહી કરી હતી.આગઉ આ જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારી હોવા છતાં ન હટતા અંતે આજે મામલતદાર અને તેમની ટીમે સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓના જમાવડાને હટાવી દીધો હતો.

મોરબી તાલુકા સેવા સદનની અંદર લોબીમાં મંજૂરી વગર બેસતા સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓને અગાઉ પણ નોટિસો ફટકારવા આવી હતી. તાજેતરમાં પણ આ નોટરીઓને આજે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી આપવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જે સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓ જગ્યા ખાલી નહિ કરે તેની સામે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવાનું જણાવાયું હતું..વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર સેવાસદનની અંદર લોબીમાં બેસતા સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓએ પોતાને બેસવાની વ્યવસ્થા જાતે કરવાની હોય છે. આમ છતાં નોટરીઓ સરકારી જગ્યામાં બેસી ગયા હોવાથી તાજેતરમાં આવેલા પ્રોબેશન અધિકારી મામલતદાર ગૌસ્વામીના ધ્યાને આ વાત આવતા તેમણે ગત શનિવારના રોજ લોબીમાં બેસતા નોટરીઓને સોમવાર સુધીમાં જગ્યા છોડી દેવાનું ફરમાન કર્યું હતું અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું હતું તેમ છતાં નોટરીઓએ ત્યાંથી હટાવાની કોઈ તસ્દી લીધી ન હતી.આથી મામલતદાર અને તેમની ટીમે આજે સેવાસદનમાં અડીગો જમાવીને બેસેલા સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓને હટાવી દીધા હતા.અને આ સરકારી જગ્યા દબાણ મુક્ત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો પાસેથી નોટરીનું કામકાજ કરતા અમુક નોટરીઓ સ્ટેમ્પ પેપરના મો માગ્યા ભાવ પડાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી.ત્યારે ગેરકાયદે કબ્જો જમાવેલી આ સરકારી જગ્યામાં હટી જવાની નોટીસને ગંભીરતાથી ન લેતા આજે સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓ પર પસ્તાળ પડી

આવા વધુ સમાચારો માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો ….

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/