શહેરમાં ચોતરફ ઉડાઉડ કરતી ઝીણી જીવાત નાક કે મોમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન
મોરબી : મોરબી શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં ચારેકોર ઉડાઉડ કરતી મસી નામની ઝીણી જીવાતો આંખ મો કે કાનમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.ઓચિંતા આ જીવાતોના આક્રમણથી જનજીવન પ્રભાવિત થયું છે.
મોરબીમાં ઓચિંતા જ મસી નામની જીવાતોનું આક્રમણ થયું છે.છેલ્લા બે ત્રણ દિવસથી આ મસી નામની જીવાતે ભારે ઉત્પાત મચાવ્યો છે.આખા શહેરના જાણે બાનમાં લીધું હોય તેમ મસી નામની જીવાત ચારેકોર ઉડી રહી છે. આ ઝીણી જીવાત આખો કે મો અને નાકમાં ઘુસી જાય છે.અને લોકોને કપડામાં પણ ચુંબકની જેમ ચોંટી જાય છે. આ જીવાતોના ઉપદ્રવથી બચવા લોકોના બહાર રૂમાલ બાંધીને જ નીકળવું પડે તેવી સ્થિતિ છે.મોટાભાગે લોકો નિત્યક્રમ પ્રમાણે જ મોઢે રૂમાલ બાંધ્યા વગર જ નીકળતા હોવાથી આ ઝીણી જીવાત આંખ મો કે કાનમાં ઘુસી જતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.જોકે હમણાંથી ઠંડીમાં સરેરાશ ધટાડો થયો છે. ત્યારે બે ત્રણ દિવસથી મસી નામની જીવાતે આંતક મચાવ્યો છે.જ્યારે એક તારણ એવું છે કે, ખેતરોમાં અરેડાનું વાવેતર થયું હોય ગત વર્ષે માસ મહિનામાં ઠંડીના અંતિમ ચરણમાં મસીનો ઉપદ્રવ વધે છે.જોકે આ જીવાતોથી લોકોનું આરોગ્ય જોખમાય શકે તેવી ભીતિ રહેલી છે. અને જીવતોના આક્રમણથી શહેરનું જનજીવન ખાસ પ્રભાવિત થયું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide