મોરબી : 72 બોટલ વિદેશી દારૂ સાથે બે લોકો પકડાયા

0
156
/
પોલીસ દ્વારા રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે

મોરબી : મોરબી શહેરમાંથી બે શખ્સોને 72 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

મોરબી શહેરના વસંત પ્લોટમાંથી સલીમભાઇ અબ્દુલભાઇ માજોઠી તથા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાતભાઇને ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-72, (કિ.રૂ. 27,000)ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/