મોરબી અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, કુલ કેસ થયા 186

0
246
/

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 186 થયા છે.

મોરબી, હળવદ અને ટંકારામાં આજે કોરોનાના બે કેસ સામે આવ્યા છે. આજે જાહેર થયેલા કોરોનાના કેસોની વિગતો અનુસાર મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલોઝ પાસે રહેતા 32 વર્ષના યુવાનનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે ટંકારામાં પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે. ટંકારાના ગજડી ગામના ૩૦ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ દર્દીના રહેણાંક વિસ્તારમાં દોડી ગઈ છે. ટંકારાના ભાગોળે ખિજડીયાના રસ્તે આવેલ શ્રીરામ પેકેજીંગમા આ યુવાન કામ કરે છે અને તા.૧૧ ના રોજ તેઓ મુબઈ ફેક્ટરી કામે ગયા હતા અને પરત ફર્યા બાદ કારખાનામા હોમ ક્વોરેન્ટાઇન રહ્યા બાદ ગઈકાલે કોરોના રિપોર્ટ કર્યો હતો. જે આજે પોઝીટીવ આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/