મોરબી જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોનમાં ફરતા 22 ધન્વંતરિ રથોની નોંધનીય કામગીરી

0
59
/
કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે અત્યાર સુધીમાં 33,676 લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે ઘનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 22 ઘનવંતરી રથ ફેરી રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ વિસ્તારમાં અને જિલ્લાના હોટ સ્પોટ વિસ્તારો લોકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આગોતરા પગલાં લેવાના ભાગરૂપે 1 જુલાઈથી 22 જેટલા ઘનવંતરી રથ ફાળવવામાં આવ્યા છે. આ ઘનવંતરી રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરીને સ્થાનિક લોકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 33,676 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ 33,676 માંથી શરદી ઉધરસના 1434, તાવના 602 કેસ સામે આવ્યા હતા અને 14 લોકોને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. હોટસ્પોટ વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે. એક રથમાં ડોકટર, પેરા મેડિકલ સહિતનો સ્ટાફ હોય છે. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કતીરા અને ડૉ. વારેવડીયાના નિર્દેશન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારમાં ધનવંતરી રથ ફેરવી સ્થાનિક લોકોના આરોગ્યની સઘન ચકાસણી કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/