દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની અજંતા ઓરપેટ કારખાનામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. નિલમ ગોયલે જણાવ્યું હતું કે, ભારતની વર્તમાન પ્રત્યેક વર્ષ દરેક વ્યકિતની વિજળી ઉપભોગની ક્ષમતા તેમજ આવક વિશેની માહિતી આપવામાં આવી હતી ડો. નિલમે બતાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪-૧૫ માં ભારતની કુલ આવકમાં ખેતીનું યોગદાન ૧૩.૩ ટકા તેમજ ઉધોગોનું યોગદાન ૨૧.૮ ટકા અને સર્વિસનું યોગદાન ૬૪.૯ ટકા થયુ છે. અને ભારતની અર્થવ્યવસ્થાના ત્રણ મૂળભૂત આધાર છે. પ્રથમ ખેતી,બીજું ઉધોગ તેમજ ધંધા તેમજ ત્રીજુ સેવાઓ. આ ત્રણ આધારની પારાશીશી છે ઉર્જા. ભારતની ચાર મહાકાંક્ષી યોજનાઓમાં પ્રથમ ભારતની દરેક નદીઓના આંતરસંબંધ, બીજુ ભારતમાં ગામડાઓમાં તથા શહેરોથી લઈ રાજધાની સુધી જોડતા રાજમાર્ગની સ્થિર વિશ્વસનીય વ્યવસ્થા, ત્રીજુ ભારતમાં પ્રતિવર્ષ લગભગ ૫૦૦૦ યુનિટ પ્રતિ વ્યકિત સમય વિજ ઉત્પાદન, ચોથુ ભારતની સમગ્ર ઉપજાવ જમીન પર સ્વદેશી ઉત્કૃષ્ટ ખેતી પ્રબંધન. વધુમાં તેમને કહ્યું હતું કે, સામાન્યથી લઈ ખાસ વ્યકિતઓની અજ્ઞાનતાને કારણે ભારતમાં આ યોજનાઓ કાર્યરત કરવાની ગતિ કાચબાની જેમ ધીમી હોવાના કારણે અમુક યોજનાઓ તો મૃતપાય છે. આ તકે અજંતા ઓરપેટ ગ્રુપના એમડી પ્રવીણભાઈ ભાલોડીયાએ કહ્યું હતું કે, જે વિસ્તારમાં પરમાણું વીજળી ઘર બનાવવામાં આવે તે વિસ્તારના લોકોને જો વીજળી સસ્તી આપવામાં આવે તો આ પ્રોજેક્ટ પ્રત્યે લોકોની સકારાત્મકતા વધી જશે આ કાર્યક્રમમાં અજંતા ઓરપેટ કારખાનામાં ફરજ બજાવતા ૨૦૦૦ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide