મોરબી : તાજેતરમા મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે.
તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ છે. ત્યારે ધોડાધ્રોઇ ડેમ સાઈટના સેક્શન ઓફિસર દ્વારા આ સિંચાઇ યોજનામાં નીચાણ વાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે. આ સૂચના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર તથા જેતપર (મચ્છુ) તેમજ માળીયા તાલુકાનાં ગામો માણબા, સુલતાનપૂર તથા ચીખલીનો પણ સમાવેશ થાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide