મોરબી: ભરતનગર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ ,બે ઈજાગ્રસ્ત

0
133
/

મોરબી : આજે મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં જાકુબભાઈ અબ્દુલભાઈ ખંખેરિયા (ઉ.વ. 49, રહે. મિરજાપર ગામ, કચ્છ-ભુજ)નું મૃત્યુ નીપજ્યું છે. તેમજ બે લોકોને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં બોલેરો ગાડીને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/