નહેરૂગેટ ચોકથી પુલ સુધી પાલિકા અને પોલીસ તંત્રની ખાસ ડ્રાઇવ
મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રીના સમયે પાલિકા અને પોલીસ તંત્રએ ડ્રાઇવ યોજીને નહેરૂગેટ ચોકથી પુલ સુધી નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 50થી વધુ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હતા.
મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન પાછળ કારણભૂત એવા હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આજે પણ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઇવ યોજવામાં આવી હતી. અગાઉ રવાપર રોડ અને શનાળા રોડ ઉપર કાર્યવાહી બાદ આજે રાત્રે નહેરુગેટ ચોકથી પુલ સુધીમા નડતરરૂપ 50થી વધુ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મહિલા પીએસઆઈ સાકરિયા સહિતના જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide