મોરબી : ગુરુવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત 126 લોકોના સેમ્પલ લેવાયા

0
69
/

મોરબીમાં રહેતા 65 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ કાલે શુક્રવારે આવશે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં માસ સેમ્પલિંગ અંતર્ગત લેવાયેયા તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે પણ મોરબી જિલ્લાની અલગ અલગ સરકારી હોસ્પિટલમાં 125 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. જ્યારે આજે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ મોરબીના રહેવાસી 65 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ રાજકોટ ખાતે લેવામાં આવ્યા છે. આમ આજે કોરોના ટેસ્ટ માટે મોરબી જિલ્લાના કુલ 126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/