આજથી મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર માટે પણ એસટી બસો દોડશે

0
132
/

હાલ તાલુકા મથકોએ દોડતી એસટી બસોમાં મુસાફરોની અલ્પ સંખ્યા : અન્ય જિલ્લા સુધીની બસ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લ્યે તેવી શકયતા

મોરબી : લોકડાઉન-4 રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મોરબી જિલ્લામાં એસટી સેવા શરૂ કરવામાં આવી છે જોકે હાલના તબબકે માત્ર મોરબી જિલ્લાની અંદર જ એસટી બસ દોડી રહી છે અને ગઈકાલ બુધવારથી મોરબી જિલ્લાના માત્ર તાલુકા મથકોમાં જ એસટી બસો શરૂ કરવામાં આવી છે.પણ આ બે દિવસમાં મુસાફરોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળે છે.જોકે આવતીકાલ શુક્રવારથી આંતરજિલ્લા એસટી પરિહવન શરૂ કરવામાં આવનાર છે.

મોરબીથી આવતીકાલથી રાજકોટ ,સુરેન્દ્રનગર, જામનગરમાં સીધી એસટી બસો દોડવા લાગશે.જેમાં મોરબીથી સુરેન્દ્રનગર ,મોરબી-જમનગર અને મોરબીથી રાજકોટ એસટી બસો શરૂ થશે.મોરબીથી સુરેન્દ્રનગર એક અને મોરબી-જામનગર સવારે અને બપોરે રૂટ શરૂ થશે.જ્યારે મોરબી રાજકોટ વચ્ચે 9 ઇન્ટરસિટી બસો ફળવામાં આવી છે.જેમાં એક મોરબી ડેપોની અને 8 વાંકાનેર ડેપોની બસો છે.ખાસ કરીને મોરબી રાજકોટ વચ્ચે દૈનિક અપડાઉન કરવનાર મોટો વર્ગ હોય અને મોટાભાગના લોકો રાજકોટની બસો ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય હવે 9 બસો દરરોજ દોડવાની હોવાથી મુસાફરોને ધણી રાહત થશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/