મોરબી: સંદેશ ન્યૂઝના જાગૃત પત્રકાર નિલેશ પટેલનો વિશેષ સંદેશ

0
183
/

(રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: ,મોરબીના સંદેશ ન્યૂઝ ચેનલ ના જાગૃત પત્રકાર નિલેશ પટેલે ચીની બનાવટ નો ઉપયોગ ત્યાગી સ્વદેશી અપનાવવા બાબતે ગંભીર અને મહત્વપૂર્ણ સંદેશ સોશ્યલ મીડિયામાં આપેલ છે તે શબ્દશઃ પ્રસ્તુત છે.

મિત્રો , રોજ વિચારું છું કે આજ કાઈ નથી બોલવું પણ આપણા દેશવાસીઓ ની બાલિશ વાતો મને બોલવા મજબૂર કરી રહી છે .. વિશ્વાસઘાતી ચીન ની કાયરતાપૂર્ણ અને નીચતા ભરી હરકત માં આપણા દેશ ના 20 જવાનો એ શહીદી વહોરવી પડી છે આપણા વીર ભલે ચીન ના નાલાયકો ને મારતા મારતા શાહિદ થયા હોય પરંતુ 20 પરિવારો એ પોતાના સંતાન ખોયા છે ખૂબ મોટી વાત છે આ .. ને હા આ જવાનો આપણી રક્ષા કાજે ફના થયા છે .. ત્યારે ચીન જેવા રક્ષણ ને મારવા માટે યુદ્ધ કરતા પણ વધુ સારો રસ્તો તેને ભૂખે મારવાનો છે ને એના માટે ચીન ની તમામ પ્રોડક્ટ નો બહિષ્કાર કરી સ્વદેશી તરફ પાછા વળવું ખૂબ જરૂરી છે .. ખુદ વડાપ્રધાન પણ અપીલ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારત નું સપનું જોઈ રહ્યા છે … ત્યારે બીજી બાજુ દેશવાસીઓ ની દેશભક્તિ માત્ર શબ્દો અને સોસીયલ મીડિયા પૂરતી જ મર્યાદિત દેખાઈ રહી છે .. હા દેશવાસીઓ માં ચીન પ્રત્યે ભારોભાર રોષ છે પરંતુ જ્યાં આપણા દેશ ના હિત માં ચીન ની ચીઝ વસ્તુઓ ના બહિષ્કાર ના હાકલા પડકારા કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ ચાઈનીઝ કંપની વન પલ્સ ના ફોન ના સેલ માં માત્ર ગણતરી ની મિનિટો માં એક લાખ ફોન ની ખરીદી ભારતવાસીઓ એ જ કરી છે .. ત્યારે એક સવાલ થાય છે કે શું આપણી ઈચ્છાઓ એટલી મહાન છે કે એના માટે દેશપ્રેમ અને શહીદો ના બલિદાન ને પણ આપણે ભૂલી જઈએ છીએ .. મને લાગે છે કે કદાચ આપણા માટે દેશભક્તિ ફક્ત દેખાડવા ની ચીજ છે ને એટલે જ આપણી દેશભક્તિ ગણતરી ની મિનિટો માં ભુલાઈ ગઈ .. મિત્રો વાંધો નથી જો ચીન ની વસ્તુ વિના તમારે ના ચાલતું હોય તો પણ દેશપ્રેમી હોવાના દાવા તો કમસેકમ બંધ કરો !!.. કદાચ કડવી વાત છે પણ સાચી છે .. જય હિન્દ .. નિલેશ પટેલ , મોરબી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/