મોરબીની અવની ચોકડી નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

0
100
/

સ્વચ્છતા અભિયાન સમિતીએ સતત છઠ્ઠા રવિવારે સાફ – સફાઈ કરી : 5 જૂને સ્વચ્છતા પદયાત્રાનું આયોજન

મોરબી : સિરામિક સિટી મોરબીને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વચ્છતા અભિયાન સમિતીએ આજે છઠ્ઠા રવિવારે અવની ચોકડી પાસે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. જેમાં અનેક સ્વયંસેવકો હોશભેર જોડાયા હતા.

હવે સ્વચ્છતા અભિયાન જન- જન સુધી પહોંચી ગયું છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે વોર્ડ નં 10ના નગરસેવક (કાઉન્સેલર) કે.પી.ભગીયાએ પણ આ અભિયાનમાં જોડાઈને વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કર્યા હતા. અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો અને દુકાનદારોની ફરિયાદ હતી કે કચરો અમારે કચરા પેટીમાં નાખવો છે. પણ કચરા પેટી જ નથી અને ડોર ટુ ડોર કલેક્શન વાહનો જ આવતા નથી. એવી રજૂઆત તેઓએ નગરસેવકને કરી હતી. સામે નગરસેવકે પણ આ મામલે પાલિકાને યોગ્ય રજુઆત કરવાની ખાતરી આપી હતી.

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા આગામી 5 જૂનના રોજ પર્યાવરણના દિવસે એક સ્વચ્છતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનું નવા બસ્ટેન્ડ, સરદાર સાહેબની પ્રતિમાથી સવારે 6:30 કલાકે પ્રસ્થાન થશે. જેમાં શહેરીજનોને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે

 

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/