ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને તેની એકલતાનો લાભ લઇ સગીરાને હવસનો શિકાર બનાવી
મોરબી તાલુકાના રાજપર ગામે ખેતમજૂરી કરતા મજુરની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવીને તેની સાથે એક શખ્સ દ્વારા દૂષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને જાનથી મારી નાખવાની આરોપીએ ધમકી આપી હતી જેથી કરીને સગીરાએ તેના પરિવારને જાણ કરી ન હતી જોકે સગીરાને ગર્ભ રહી ગયો હોવાની વાત સામે આવી ત્યારે દુષ્કર્મનો આ બનાવ સામે આવેલ છે અને મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ગુનો નોંધાતા પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને તેની એકલતાનો લાભ લઇને મૂળ સાંતલપુર ગામના રાજેશ પુનાજીભાઈ ડામોર નામના શખ્સે સગીરાને હવસનો શિકાર બનાવી હતી અને આ સગીરા કોઇને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી આરોપીએ ધમકી આપી હતી જેથી સગીરાએ તેના પરિવારના દુષ્કર્મના બનાવની જાણ કરી ન હતી જો કે, સગીરાને ચાર મહિનાનો ગર્ભ રહી જતા દુષ્કર્મનો આ બનાવ સામે આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ સાથે આરોપી રાજેશની સામે ગુનો નોધાયો હતો દરમ્યાન મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી રાજેશની ધરપકડ કરી લેવામાં આવી છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.