મોરબીમાં 22મીથી કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ

0
26
/

કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરવા ઇચ્છતા કાર્યકરોની નોંધણી કરાશે

મોરબી : તાજેતરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં 22મીઠી જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરવા માંગતા હોય તેવા કાર્યકરો નામ નોંધાવી શકે છે. જેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને દિનેશભાઇ ચોવટિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.

આગામી તા.22મીએ વોર્ડ નં. 1માં બપોરે 3 વાગ્યે, વોર્ડ નં.2માં બપોરે સાંજે 4 વાગ્યે, વોર્ડ નં. 3માં સાંજે 5 વાગ્યે, વોર્ડ નં. 4માં સાંજે 6 વાગ્યે, તા.23ના રોજ વોર્ડ નં. 5માં બપોરે 3 વાગ્યે, વોર્ડ નં.6માં બપોરે સાંજે 4 વાગ્યે, વોર્ડ નં. 7માં સાંજે 5 વાગ્યે, વોર્ડ નં. 8માં સાંજે 6 વાગ્યે તા.24ના રોજ વોર્ડ નં. 9માં બપોરે 3 વાગ્યે, વોર્ડ નં.10માં બપોરે સાંજે 4 વાગ્યે, વોર્ડ નં. 11માં સાંજે 5 વાગ્યે, વોર્ડ નં. 12માં સાંજે 6 વાગ્યે અને વોર્ડ નં. 13માં સાંજે 7 વાગ્યે કાર્યક્રમ યોજાશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીની યાદીમાં પણ જણાવાયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/