મોરબી : મોરબીમાં સિરામિક કારખાનામાં ગોડાઉનની અંદર ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડ્યો છે. જેમાં 5 શખ્સોને રૂ. 4 લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે શક્તિ ચેમ્બર પાછળ સનસીટી સિરામિક કારખાનાની અંદર આવેલ બ્લુટોન ઇન્ટરનેશનલ ગોડાઉનની ઓફિસમાં જુગાર રમતા જીજ્ઞેશભાઈ ચંદુભાઈ ભાટિયા, રાહુલભાઈ કિરીટભાઈ વડાવીયા, રસિકભાઈ દેવશીભાઈ ભાલોડિયા, આનંદભાઈ સુરેશભાઈ પટેલ અને સુરેશભાઈ વિનોદભાઈ વરમોરાને પકડી પાડ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide