મોરબી : કારખાનામાં જુગાર રમતા 6 વ્યક્તિઓ 5 લાખની રોકડ સાથે ઝડપાયા

0
378
/
/
/

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સામે આવેલ એક સીરામીક યુનિટની ઓફિસમાંથી જુગારનો અખાડો ઝડપી પાડી મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચે)એ 6 લોકોને 5.4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB મોરબીના પો.હેડ. કોન્સ. ચંદુભાઈ કાણોતરા તથા નીરવભાઈ મકવાણાને ખાનગી રાહે બાતમી મળતા લાલપર ગામની સામે આવેલા એરો સીરામીક કારખાનાની ઓફિસમાં ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજા ગેરકાયદે રીતે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા છે. બાતમીને આધારે ઉક્ત કારખાનામાં રેઇડ કરતા ચતુરભાઈ કરમશીભાઇ દેત્રોજા, જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, જયદીપભાઈ મનજીભાઇ કાલરીયા, વસંતભાઈ વશરામભાઇ ગામી, રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા અને અલીભાઈ ઉમરભાઈ મેમણને ગંજીપત્તાનો જુગાર રમતા રોકડા રૂપિયા 5,04,500ની રકમ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner