મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

0
137
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક દર્દીઓનું કોરોના તેમજ સાથે અન્ય બીમારી હોવાના કારણે મોત થાય છે. ગઈકાલે રાત્રે વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. અને મોરબી જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 11 થયો છે.

મોરબી શહેરમાં ચિત્રકૂટ સોસાયટીની પાછળ વાડીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ હીરાભાઈ મોહનભાઇ ડાભીનું ગઈકાલે તા. 18ના રોજ રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેઓનો ગત તા. 10ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, તેઓએ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. તેઓએ ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 11 કોરોના દર્દીઓના મોત થયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/