મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી

0
52
/
જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહીક અસ્થી વિસર્જન, દરરોજ સાંજે પ્રસાદની વ્યવસ્થા, વૈકુંઠરથ સેવા, અંતિમ યાત્રા બસ, શબ વાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા, બ્લડ ડોનેશન જેવી વિવિધ પ્રકારની માનવસેવા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના નેતૃત્વમા પ્રદાન કરવામા આવે છે.

ત્યારે તેમના જન્મદીન પ્રસંગે વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી તે ખરેખર પ્રશંસનીય છે. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નવીનભાઈ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, જયેશભાઈ કંસારા, શશીભાઈ ભાટીયા, અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, ચિરાગ રાચ્છ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જલારામ સેવા મંડળ પ્રમુખના નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યુ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/