કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના રિપોર્ટ આપવા માટે સિવિલ તંત્રએ એકબીજા ઉપર જવાબદારીનો ખો આપતા અંતે મહિલા દર્દીને રાજકોટ જવું પડ્યું
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીને સિવિલ હોસ્પિટલના સ્ટાફે સતત ઉડાવ જવાબ આપતા તેમને નાછૂટકે કંટાળીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર લેવા જવી પડી હતી. આ મહિલા સિવિલ હોસ્પિટલના સ્ટાફના અમાનવીય વ્યવહારની આપવીતી વર્ણવી હતી. જોકે સિવિલ હોસ્પિટલ તંત્રની સંવેદના એટલી હદી બુઠ્ઠી થઈ ગઈ છે કે કોરોના જેવી મહામારીમાં પણ ગંભીર બેદરકારી યથાવત રાખીને દર્દીઓ સાથે શરમજનક વ્યવહાર કર્યો હતો. તેથી, આ ગંભીર મામલે ઉચ્ચકક્ષાએથી સિવિલ હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી થાય તેવી દર્દીઓએ માંગ કરી છે.
મોરબીના કોરોના ગ્રસ્ત મહિલા દર્દીએ સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો મહિલા દર્દી કહે છે કે ગઈકાલે તેઓ અને તેમના પતિ કોરોનાનો રિપોર્ટ કરવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવીને ડોક્ટરને બતાવ્યા બાદ તેમણે એક્સરે કઢાવવાનું કહ્યું હતું. આથી, મહિલા દર્દીએ એક્સરે પડાવ્યા બાદ મહિલા ડોક્ટરે 15 નંબરમાં બતાવવાનું કહ્યું હતું. આથી, 15 નંબરમાં ગયા તો ત્યાંના ડોક્ટરે બે નંબરના રૂમમાં જવાનું કહ્યું હતું. બે નંબરના રૂમમાં ગયા તો ત્યાંના ડોક્ટરે પણ આ મારા પાસે ન આવે તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. આ ડોક્ટરના કહ્યા પ્રમાણે તેઓ 10 નબરના રૂમમાં ગયા તો તેણે અગાઉ જ્યાં દેખાડ્યું હતું, તે 15 નબરના રૂમમાં દેખડવા જવાનું કહ્યું હતું. આથી, ત્યાં ગયા તો ડોકટર હાજર ન હતા. બીજા ડોકટરને બતાવ્યું તો તેણે કહ્યું કે તમે જેને બતાવ્યું હતું તે 15 નબરના ડોક્ટરને આ કેસ વિશે ખબર પડશે.
આવી રીતે સીવીલ હોસ્પિટલ તંત્રએ ખાસ્સો સમય સુધી એકબીજા ઉપર જવાબદારી ઢોળીને મહિલા દર્દીની સારવાર જ કરી ન હતી. આથી, તબિયત વધુ કથળતા અંતે મહિલા દર્દી રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે સવાલ એ છે કે આ ગંભીર બેદરકારી દાખવનાર સિવિલ હોસ્પિટલ તંત્ર સામે પગલાં લેવાશે કે દરેક વખતની જેમ પડદો પાડી દેવામાં આવશે? તે લોકપ્રશ્ન છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide