[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના આરએમઓ સરડવાએ મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી તપાસ કરતા મૃતકના હાથમાં ઇંજેક્શનની સોય ભરાયેલી હોવાનું ધ્યાને આવ્યું હતું.વધુ તપાસમાં મૃતક બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં બીજા માળે ગત તા.3ના રોજ દાખલ હોય અને ગત તા.18ના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પણ મૃતક રૈન બસેરામાં પડ્યા પાર્થયા રહેતા હતા અને આજે વહેલી સવારે તેમનું મોત થયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide