મોરબી: સહકારી બેન્કોમાં આત્મનિર્ભર યોજના માટે ફોર્મ વિતરણ શરૂ થતા લાઈનો લાગી

0
97
/
રાજકોટ નાગરિક બેંકમાં ભીડ થતા સામાજિક અંતર જાળવવાની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી નાગરિક બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની સહકારી બેંકોમાં આજે આત્મનિર્ભર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં આ ફૉર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોર્મ વિતરણ માટે રાજકોટ નાગરિક બેંકમાં સૌથી વધુ ભીડ જોવા મળી હતી. જોકે આ રાજકોટ નાગરિક બેંક દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા કરી હતી

મોરબીની સહકારી બેંકોમાં સવારના 10 થી માંડીને સાંજના 4 વાગ્યા સુધી ફોર્મ વિતરણ કરવામાં આવે છે અને સહકારી બેંકોમાં બે માસ સુધી આ ફોર્મનું વિતરણ કરાશે. આમ છતાં સહકારી બેંકોમાં ફોર્મ લેવા માટે લોકો લાઈનો લગાવીને પડાપડી કરી રહ્યા છે. આજે આશરે 1 હજાર જેટલા લોકોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ફોર્મ વિતરણ માટે સહકારી બેંકો બહાર લાઈનો લાગી હતી. જ્યારે રાજકોટ નાગરિક બેંકમાં 150 થી વધુ લોકોની લાઈનો લાગી હતી. તેથી, લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/