મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મજૂરો મળતાની સાથે તલ અને એરંડાની હરરાજી પણ શરૂ

0
33
/
પ્રથમ દિવસે 28 કવીન્ટલ તલ અને 139 કવીન્ટલ એરંડાની આવક

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની વ્યવસ્થા થતા ઘઉં બાદ તલ અને એરંડાની હરરાજી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 28 કવીન્ટલ તલ અને 139 કવીન્ટલ એરંડાની આવક થઈ છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ઘઉની હરરાજી શરૂ કરવામાં આવી હતી. બાદમાં રાજસ્થાનથી 14 શ્રમિકો આવતા હવે અન્ય જણસોની હરરાજી પણ શરૂ થઈ છે. આજે ઘઉંની 772 કવીન્ટલ આવક થઈ હતી. જેમાં સૌથી નીચો 342 અને સૌથી ઉંચો 368 ભાવ નોંધાયો હતો. જ્યારે એરંડાની 139 કવીન્ટલ આવક થઈ હતી. જેમાં સૌથી નીચો 650 અને સૌથી ઊંચો 686 ભાવ નોંધાયો હતો. તલની 28 કવીન્ટલ આવક થઈ હતી. જેમાં સૌથી નીચો 1151 અને સૌથી ઊંચો 1521 ભાવ નોંધાયેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/